ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે, ડીસા તાલુકા પોલીસે 17 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે અને તેમની ગેરકાયદેસર મિલકતો અથવા દબાણો વિશે માહિતી માંગી છે. ડીસા તાલુકા પીઆઈએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને આ માહિતી આપવા જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું છે કે આ અસામાજિક તત્વો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પાસેથી આ તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો વિશે માહિતી માંગી છે. જો કોઈ ગેરકાયદેસર દબાણ મળી આવે, તો પોલીસ આ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને આ માહિતી તાત્કાલિક તૈયાર કરવા અને પોલીસ વિભાગને આપવાનો આદેશ આપે.તેવી અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આ માહિતી મળવાથી અસામાજિક તત્વો સામે અસરકારક કાર્યવાહી થઈ શકશે.