અંબાજી પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 17 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. આ પૈકી 13 અંબાજી વિસ્તારના અને 4 રાજસ્થાનના રહેવાસી છે.પોલીસે આ તત્વો સામે કડક કાર્યવાહી કરતા તેમના ગેરકાયદેસર 5 નળ કનેક્શન અને 3 વીજ કનેક્શન કાપી નાખ્યા છે. આ કાર્યવાહી અંબાજી પી.આઈ. આર.બી. ગોહિલની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ડીજીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલી રહી છે. પોલીસ રાજ્યમાં અમન અને શાંતિ જાળવવા માટે સક્રિય બની છે. રાજ્યભરમાં આવા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અંબાજી પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના 4 અસામાજિક તત્વો સામે પણ ગુના નોંધાયેલા છે. પોલીસ હવે તમામ ચિન્હિત કરાયેલા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

- March 21, 2025
0
52
Less than a minute
You can share this post!
editor