ભીલડી પોલીસ ઊંઘતી ઝડપાઇ; પાલનપુર એલસીબી પોલીસે સોમવારે ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે લાખણી તાલુકાના નાના કાપરા ગામે હાઈવે રોડ પર આવેલી લીલી કાઠીયાવાડી હોટલમાં દરોડા પાડીને હોટલનાં કાઉન્ટરના પાછળથી ચાર પ્લાસ્ટિકના કટ્ટા માથી રૂપિયા 25,466 ની કિંમતની 186 દારૂની બોટલ ઝડપી પાડી હતી.પોલીસે નશાજી ભુરાજી રાજપુત(રહે.સેંદલા, તા.થરાદ) વાળાને ઝડપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- February 12, 2025
0
111
Less than a minute
You can share this post!
editor