ધનિયાણા પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ; ચાલક સહિત 2 લોકો પોલીસને હાથતાળી આપી ફરાર

ધનિયાણા પાસેથી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ; ચાલક સહિત 2 લોકો પોલીસને હાથતાળી આપી ફરાર

પોલીસે દારૂ ભરેલી ગાડી સહિત રૂ.7.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો; પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ પાસે બાતમીના આધારે એલસીબી પોલીસે નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન, પોલીસ ને જોઈ દારૂ ભરેલી ગાડી મૂકી ચાલક સહિત બે લોકો ફરાર થઇ ગયા હતા. ત્યારે પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી સહિત કુલ રૂ.7. 84 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. એલસીબી પોલીસે બાતમીના આધારે પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ પાસે વોચ ગોઠવી હતી.

ત્યારે નળાસર-વાસડા રોડ પર કીયા સોનેટ ગાડી મૂકી ગાડી ચાલક સહિત બે લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસને કીયા સોનેટ ગાડીમાંથી 2.79 લાખના 863 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.5 લાખની ગાડી અને વિદેશી દારૂ, મોબાઈલ સહિત કુલ રૂ.7.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે,ગાડી ચાલક સહિત બે લોકો પોલીસને હાથતાળી આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા. ત્યારે પોલીસે ફરાર બે આરોપીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *