અંગદાન થકી નવજીવન મેળવનાર દિલીપ દાદા દેશમુખ દ્રારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમ મા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજકીય- સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
અંગદાન થકી નવજીવન મેળવનાર અને અંગદાન જનજાગરણના આ ભગીરથ કાર્ય થકી રાજ્યમાં અંગદાનની અલખ જગાડનાર આદરણીય દિલીપ ભાઈ દેશમુખ (દાદા) ના લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનના ૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “ઋણ સ્વીકાર” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીફ્ટ સીટી ક્લબ ગાંધીનગર ખાતે આયોજિત આ ઋણ સ્વીકાર કાર્યક્રમ આભારની લાગણી પ્રગટ કરતા દિલીપભાઈ દેશમુખ દાદાએ અંગદાન મહાદાન ના મંત્રને જનજન સુધી પહોંચાડવા હિમાયત કરી હતી અને આ અંગદાન અભિયાન થકી અનેક જિંદગીઓ કે જે કોઈ ન કોઈ અંગની ઉણપના કારણે મોતના દરવાજા પહોચી છે તેમને નવજીવન પ્રાપ્ત થઈ શકશે અને એ નવજીવન મેળવનાર વ્યક્તિના પરિવારજનોના આશિષ અંગદાન કરનાર ને પ્રાપ્ત થશે તેમ જણાવી અંગદાન ના સંકલ્પ માટે ઉપસ્થિત સૌને પ્રેરિત કયૉ હતા. અંગદાન થકી નવજીવન મેળવનારા દિલીપભાઈ દેશમુખ દાદાના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો એ પણ અંગદાન ના અભિયાનને જનજંગ સુધી પહોંચાડવા તત્પરતા દર્શાવી હતી.

