હિંમતનગરના રાયગઢ-અડપોદરા રોડ પર દીપડો દેખાયો : વન વિભાગે તપાસ કરી

હિંમતનગરના રાયગઢ-અડપોદરા રોડ પર દીપડો દેખાયો : વન વિભાગે તપાસ કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢથી અડપોદરા રોડ પર બે દિવસ પહેલા રાત્રિના સમયે એક દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં વન વિભાગે તપાસ હાથ ધરી હતી. વન વિભાગે પુષ્ટિ કરી છે કે આ વીડિયો બે દિવસ જૂનો છે. રાયગઢથી અડપોદરા રોડ પર રેલવે સ્ટેશન વિસ્તાર નજીક ઝાડીઓમાં દીપડો દેખાયો હતો. એક કાર ચાલકે દીપડાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

આ અંગે રાયગઢના RFO અનિરુદ્ધસિંહ સિસોદિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા દીપડો જોવા મળ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ માહિતી મળતા જ વન વિભાગની ટીમે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું, પરંતુ દીપડો ફરીથી જોવા મળ્યો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તાર જંગલની નજીક હોવાથી દીપડો રોડ તરફ આવી ગયો હોઈ શકે છે. જોકે, પેટ્રોલિંગ દરમિયાન તેની હાજરી જણાઈ નથી.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *