ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ નખ વગરના સિંહ બન્યાં છે: પૂર્વ ધારાસભ્ય

ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓ નખ વગરના સિંહ બન્યાં છે: પૂર્વ ધારાસભ્ય

પાટણ ખાતે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ આયોજિત સૌહાર્દમય ઉજૉથી સમાજમાં નવસંચાર બેઠક યોજાઇl પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલમાં રવિવારે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ આયોજિત સૌહાર્દમય ઉજૉથી સમાજમાં નવસંચાર બેઠક ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ પદે મળી હતી. આ બેઠકમાં પૂર્વ ઉપસ્થિત પાટણ ભરતસિંહ સોલંકી,સાંસદ ગેનીબેન ઠાકોર,  પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો એ સમાજના નવસંચાર માટે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.

જ્યારે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ભાજપમાં જોડાયેલ ઠાકોર સમાજ ના નેતા પર નિશાન સાધી તેઓએ પોતાની તેજાબી ભાષામાં ઠાકોર સમાજના ભાજપમાં જોડાયેલા નેતાઓ સામે તાતા તીર મારતા જણાવ્યું હતું કે સમાજની હીત માટે વાતો કરવાવાળા અને સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ તેમનુ ભાજપના નેતાઓ કઈ સાંભળતા નથી. ભાજપે જેમ નખ વગરના સિંહ હોય એમ ઠાકોર સમાજના નેતાઓને નખ વગર ના સિંહ બનાવી દીધા હોવાનું જણાવ્યું હતું.આ બેઠકમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *