અભિનેતા સૈફ અલી ખાન પર તેના બાંદ્રાના ઘરમાં કોઈ ઘૂસી જતાં તેના પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં સૈફ અલી ખાનને ઘણા ઘા થયા હતા. આ ઘટના બાદ અભિનેતા સૈફને તાત્કાલિક મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેમની હાલત હવે ખતરાની બહાર હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાંથી પણ નિવેદનો આવવા લાગ્યા છે. મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોના નેતાઓએ સરકાર અને કાયદો અને વ્યવસ્થા પર મોટા સવાલો ઉઠાવ્યા છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું…
કેવી રીતે થયો હુમલો?
મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર જહાંગીરના રૂમમાં 2 વાગે ઘુસ્યો. તેમની ઘરની નોકર એરિયામા ફિલિપ્સ ઉર્ફે લિમાને કોઈ અજાણ્યા વ્યક્તિએ પકડી લીધો અને તેણીએ ચીસો પાડવાનું શરૂ કર્યું. જ્યારે એક્ટર સૈફ અલી ખાન સામે આવ્યો તો તે વ્યક્તિએ તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કર્યો. જેમાં તેને ઈજા થઈ હતી અને તેની ઘરવાળીને ઈજા થઈ હતી. સૈફ અલી ખાનની કર્મચારી મહિલા પણ ઘાયલ છે. તેની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુંબઈ પોલીસે તપાસ માટે 7 ટીમો બનાવી છે. સૈફના ઘરમાં કામ કરતા ત્રણ નોકરોની પૂછપરછ ચાલી રહી છે.