એલ.સી.બી. પોલીસ મથકનો સ્ટાફ પાંથાવડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એક ક્રેટા ગાડી બાપલા ત્રણ રસ્તા પાસે વળાંકમાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ક્રેટા ગાડી રોડની નીચે બાવળની ઝાડીમાં ઉતરી ગયેલ અને ક્રેટા ગાડીમાં ખાલી સાઈડમાં બેઠેલ ઈસમ દરવાજો ખોલી અંધારાનો લાભ લઈ ભાગી ગયેલ અને ગાડી રોડ ઉપર ઉભી રાખેલ અને પોલીસ સ્ટાફે ગાડીની કોર્ડન કરી ક્રેટા ગાડીના ચાલકને પકડી લીધેલ અને ક્રેટા ગાડીની તલાસી લેતા ગાડીના પાછળના ભાગેથી ભારતીયબનાવટનો વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરેલ હોય ચાલકનું નામઠામ પુછતા રમેશ ક્રિષ્નારામજી વિશ્નોઈ રહે.ભાલની, તા.બાગોડા, જી.જાલોર, રાજસ્થાનવાળા હોવાનું જણાવેલ અને ક્રેટા ગાડીમાં જોતા પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશીદારૂ તથા બિયર ટીન ભરેલ અને ડ્રાઈવર સાઈડમાં બેઠેલ ઈસમનું નામ પુછતા રાજુ પંડીત રહે.ગાવડી, તા.ભીનમાલ હોવાનું જણાવેલ દારૂ ગુજરાતમાં રાજકોટ ખાતે વિપનભાઈ ઉર્ફે જીગો રહે. રાપરને રાજકોટ મુકામે આપવાનો હતો.આથી પોલીસે ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ તથા બિયરની ટીન નંગ ૧૫૫૫, કિ.રૂ.૧,૮૩,૬૨૫ તથા ગાડી કિ.રૂ.૧૦,૦0,000 તથા મોબાઈલ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧૧,૯૩,૯૨૫ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પાંથાવડા પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરી છે.
- April 10, 2025
0
398
Less than a minute
You can share this post!
editor

