પાટણ શહેર બસ સ્ટેશન ખાતે બસમાં ચઢતી વખતે લોકોની ભીડનો લાભ લઈ મહિલાના થેલામાંથી સોનાના દાગીના આશરે સાડા છ તોલાની થયેલ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી તમામ સોનાના દાગીના કિં.રૂ. ૭,૫૦, ૭૫૨ મળી કુલ કિં. રૂ. ૮,૬૪,૮૩૧ ના મુદ્દામાલ સાથે બે મહિલા તથા એક પુરૂષને એલસીબી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મળતી માહિતી મુજબ ગત તા.૨૫/૧૧/૨૦૨પ ના રોજ પાટણ નવા બસ સ્ટેશન પાટણ થી અંજાર વાળી બસમાં ચડવા જતા લોકોની ભીડનો લાભ લઇ ફરીયાદીના પર્સમાં રાખેલ બોકસમાં સોનાનો આશરે સાડા ત્રણ તોલાનો સેટ -નંગ-૧ તથા દોઢ તોલાની બુટ્ટી નંગ-૧ તથા દોઢ તોલાનુ મંગળસુત્ર નંગ-૧ એમ કુલ આશરે સાડા છ તોલા વજન જેની કુલ કિ.રૂ.આશરે-૬,૮૩,૧૬૦/-ની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જવા બાબતે પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે.પાર્ટ એ મુજબ ગુનો નોંધાયો હતો. જે બાબતે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક, વી.કે.નાયી પાટણ દ્રારા સદર વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી. પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટર આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો દ્રારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરામાં ચોરી થયેલ દિવસે બસ સ્ટેશનમા રોકડ રકમ રૂ.૬૨,૫૬૯ તથા વિદેશી ચલણ નોટો નંગ-૦૭ મળી કુલ કિ.રૂ.૮,૬૪,૮૩૧ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને અટક કરી પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
લક્ષ્મીબેન કલ્યાણભાઇ કનુભાઇ દેવીપુજક રહે મુળ મહેસાણા શહેર કસ્બા વાઘરીવાસ તા.જી.મહેસાણા હાલ રહે મહેસાણા શહેર મોઢેરા રોડ કીરણ મેડીકલ પાસે શિવશંકર સોસાયટી મ.ન.બી/૭૨ તા.જી. મહેસાણા
ભારતીબેન ઉર્ફે હંશાબેન રાજેન્દ્રભાઈ દંતાણી રહે.મુળ મેઉ ગામ વાઘરીવાસ તા.ગોઝારીયા જી.મહેસાણા હાલ રહે મહેસાણા શહેર પદુષણ ભીમનાથ મંદિર પાછળ તા.જી.મહેસાણા
કલ્યાણભાઇ કનુભાઈ દેવીપુજક રહે.મુળ મહેસાણા શહેર કસ્બા વાઘરીવાસ તા.જી.મહેસાણા હાલ રહે.મહેસાણા શહેર મોઢેરા રોડ કીરણ મેડીકલ પાસે શિવશંકર સોસાયટી મ.ન.બી/૭૨ તા.જી.મહેસાણા વાળા હોવાનું જાણવા મળ્યું છે.

