ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી પોતાના પત્ની અને પુત્રી સાથે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તેઓ મંદિરની સાંજની આરતીમાં જોડાયા હતા. આ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદારે તેમની સાથે મુલાકાત કરી હતી. મંદિરના મહારાજે તેમને આશીર્વાદ આપ્યા હતા અને ચૂંદડી પણ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્વ. વિજય રૂપાણી પણ વર્ષોથી અંબાજી માતાજીના દર્શન કરવા આવતા હતા. ઋષભ રૂપાણીએ જણાવ્યું કે, 12 જૂનના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તેમના પિતા વિજય રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે પરિવાર સાથે પ્રાર્થના કરી છે. સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 270 લોકોની આત્મશાંતિ માટે પણ પ્રાર્થના કરી છે. તેમણે બધા પરિવારોનું કલ્યાણ થાય અને ભગવાન તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે આવી દુર્ઘટના કોઈની સાથે ન થાય તેવી પણ માતાજી પાસે પ્રાર્થના કરી હતી.
- September 12, 2025
0
153
Less than a minute
You can share this post!
editor

