વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન

વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન

વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતોના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં લાખો રૂપિયાનું નુકસાન

થરાદના તાલુકાના વડગામડા ગામે સીપુ પાઇપલાઇન લીકેજ થતાં ખેડૂતો ના ઉભા પાકમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યુ હતું. તંત્રના પાપે ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું. પાઇપલાઇન નાખતી વખતે ખેડૂતો પાસે અધિકારીઓએ નાણાની માંગણી કરી હોવાના ખેડૂતોના આક્ષેપો સામે આવ્યાં છે. લાગતાં વળગતા તંત્ર દ્વારા ખેડૂતને પાક નુકસાનનું વળતર આપવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવે એવી ખેડૂતોની માગ ઉઠવા પામી છે.

તંત્રના પાપે ખેડૂતોને નુક્સાન?: વડગામડા ગામે સીપુ લાઇનમાં ભંગાણથી લાખોનું નુકસાન

રાજય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સીપુ યોજના હેઠળ ગામે ગામ તળાવો ભરવામાં આવી રહ્યા છે. ત્યારે કૉન્ટ્રેક્ટર અને લાઇનમેનની બેદરકારીના કારણે લાખોના ખર્ચે તૈયાર થયેલી પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે. ત્યારે થરાદના વડગામડા ગામે મુખ્ય સીપુ લાઇનમાંથી આવતી પાઇપલાઇનમાં લીકેજ થતાં ખેડૂતનું ખેતર પાણીથી ભરાઈ ગયું હતું. જેને કારણે ખેડૂતને ભારે નુક્સાન થવા પામ્યું હતું.

 

ખેડૂતોનો આક્ષેપ, ખેડૂતો જ પાઇપના વાલ ખોલી નાખે છે – અધિકારી

વડગામડા ગામના ખેડૂત જેતશીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમારાં ખેતરમાંથી સીપુ પાઇપલાઇનમાંથી તળાવો ભરવા નીકળેલી લાઈન લીકેજ થતાં શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. જેમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થવા પામ્યું હતું. વાવેતર કરેલા રાયડાનો પાક નાશ થયો હતો. અમારે આ સમસ્યા છેલ્લા છ મહિનાથી છે. અમારા ખેતરમાં ત્રીજી વખત પાઇપલાઇન લીકેજ થઈ હતી. અમે અગાઉ પણ એમને જાણ કરી હતી છતાં એ લોકો આનાકાની કરતા હોય છે.

સીપુ લાઇનના કર્મચારી સુનીલભાઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય લાઇનમાંથી નીકળતી પાઇપ પરના વાલ ખેડૂતો દ્વારા ખોલી નાખવામાં આવે છે. જેથી પ્રેસર વધુ જવાથી પાઇપલાઇનમાં લીકેજ થતું હોય છે. અમે ખેડૂતોને ના કહેવા છતાં તેઓ પાઇપના વાલ ખોલી નાખે છે. પાઇપલાઇનના લાઇનમેન જોડે વાતચીત કરતાં તેમમે જણાવ્યું હતું કે, આ વાલ ખોલી નાખવાથી લીકેજ થયું હતું. આ બાબતે મને જાણ થતાં તાત્કાલિક પાઇપલાઇન લીકેજ સ્થાને પહોંચ્યો હતો. હવે આગળ અમે આ રીપેરીંગની કામગીરી હાથ ધરીશું.

 

subscriber

Related Articles