ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના સ્થાપક સ્વ.ધીરુભાઈ અંબાણી ના ધર્મપત્ની આજે શક્તિપીઠ અંબાજી ખાતે દર્શનાર્થે પહોચ્યા હતા. માં અંબે નો શક્તિપીઠ અંબાજી માં બિરાજતા માં અંબે અંબાણી પરિવાર ના કુળદેવી હોવાનું મનાય છે કોકિલાબેન અંબાણી ગત તારીખ ૩૦-૦૫-૨૦૧૪ ના વન પર્સન યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા ત્યાર બાદ ફરી કોકિલા બેન અંબાણી વન પર્શન દસ વર્ષ બાદ ફરી માં અંબે ના દર્શન માટે પહોચ્યા હતા.
કોકિલા બેન અંબાણી હવાઈ માર્ગે દાંતા ખાતે ઉતરાણ કરીને દાંતા થી સડક માર્ગે કાર દ્વારા અંબાજી પહોચ્યા હતા કોકિલાબેન અંબાણી અનિલ અને મુકેશ અંબાણીના માતૃશ્રી ઘર પરિવાર ની સુખાકારી ની પ્રથ્થના સાથે અંબાજી દર્શનાર્થે પહોંચતા અંબાજી મંદિરના વહીવટદાટ કૌશિક મોદી દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરાયું હતું જ્યાં બ્રાહ્મણો દ્વારા મંત્રીચર પણ કરાયા હતા વિવિધ પૂજાપા ની સામગ્રી સાથે પહોંચેલા કોકિલાબેન અંબાણી અંબાજી મંદિર માં અંબે ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.