સિધ્ધપુર તાલુકા ચેસ સ્પર્ધાનું આયોજન બી.આર.સી.ભવન ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૦૦ પુરુષો અને ૪૨ મહિલાઓ મળીને કુલ ૧૪૨ ચેસ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ જેમાં બી.આર.સી કો-ઓર્ડીનેટર લલિતભાઈ પટેલનું તાલુકા ચેસ કન્વીનર રાકેશભાઈ રાવલ દ્વારા બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર તાલુકા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ કપિલભાઈ શુક્લ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પુષ્પ આપી પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. બી.આર.સી. કો- ઓર્ડીનેટર લલિતભાઈ પટેલ સાહેબ દ્વારા તમામ ખેલાડીઓને ચેસ રમતમાં શારીરિક મર્યાદાઓ નડતી ન હોઈ અને ચેસ માઈન્ડની ગેમ હોઈ હજુ વધુ ને વધુ લોકો આમાં ભાગ લે આ ગેમ ના ફાયદાઓ જાણી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. રમતના અંતે તમામ વિજેતાઓના દસ્તાવેજી પુરાવા લઈ રોકડ પુરસ્કારના ફોર્મ ભરી અને તમામ વિજેતા ખેલાડીઓને જિલ્લા અને રાજ્યકક્ષાએ સિદ્ધપુર તાલુકાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
- January 15, 2025
0
23
Less than a minute
You can share this post!
editor