કર્ણાટકના હાસનમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. હસન જિલ્લામાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકોને એક ટ્રકે કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના મોસાલે હોસાહલ્લી ગામમાં રાત્રે લગભગ 8.45 વાગ્યે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટાભાગના નાના છોકરાઓ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ટ્રક અરકલગુડુથી આવી રહી હતી. સરઘસ નજીક પહોંચતાની સાથે જ ટ્રકે કાબુ ગુમાવ્યો અને ભીડ પર ચડી ગઈ, લોકો ટ્રકના પૈડા નીચે આવી ગયા. કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, “મને ખૂબ જ દુઃખ છે કે ગણપતિ શોભાયાત્રામાં સામેલ લોકો પર ટ્રક ચઢી જતાં ભક્તોએ જીવ ગુમાવ્યા. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. તેમણે તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.”
- September 13, 2025
0
108
Less than a minute
You can share this post!
editor

