નવી બિલ્ડિંગ ની કામગીરી ઘણા સમય થી ચાલુ થતી નથી; ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં હોવાને કારણે સ્ટાફ અને આવતા દર્દી માં ભયનો માહોલ ફેલાયો હતો જેમાં જૂનાડીસા ગામ ના જાગૃત નાગરિકો દ્વારા વાર વાર રજૂવાત કરવામાં આવતી હતી સરકારે આ આરોગ્ય કેન્દ્રના નવી બિલ્ડીંગને મન્જુરી આપી હતી જેમાં લોક મુખે ચર્ચા મુજબ તમામ પ્રોસેસ પણ પૂર્ણ થઈ ગઈ હોય તેવું જાણવા મળ્યું હતું અને આ બિલ્ડીંગ તાત્કાલિક બનાવવામાં આવે તે માટે જૂની બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોવાથી મોટી દુર્ઘટના બની શકે તેમ હતું તેથી આ બિલ્ડીંગ અન્ય જગ્યાએ તાત્કાલિક ખસેડવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
જેમાં આજ રોજ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર સૂચના મુજબ શનિવાર રોજ જુનાડીસા સબ સેન્ટર ની અંદર તેમાં તમામ પ્રકાર સામાન સ્વિફ્ટ કરવામાં આવ્યો હતો અને સોમવાર થી તમામ પ્રકાર ની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લગતી સેવાઓ સબસેન્ટર ની અંદર આપવામાં આવશે સબસેન્ટર સેવા આપવામાં આવે તમામ પ્રકાર સેવા આરોગ્ય દ્વારા એકજ જગ્યા પર આપવામાં આવશે અને જૂનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું નવી બિલ્ડિંગ નું કામ વહેલું ચાલુ કરવામાં આવે તેવી ગામ લોકો રજૂવાત કરવામાં આવી હતી.

