અંતરિયાળ અને સરહદી બનાસકાંઠા જિલ્લાના અનેક બાળ કલાકારોએ પોતાની કલા થકી નેશનલ તેમજ ઇન્ટરનેશનેલ લેવલે પોતાનું કાઠું કાઢ્યું છે ત્યારે બનાસકાંઠા ના અંતરિયાળ ગામડાના આવા જ એક નાનકડા કલાકાર જીગર ઠાકોરે ગ્રામ્ય સઁસ્કૃતિ ના લોકગીતો ગાઈ ને ટૂંકા ગાળા માં ભારે લોકપ્રિયતા મેળવી છે જોકે તાજેતર માં આ બા્ળ કલાકાર ની એક ગુજરાતી ફિલ્મ” જીગર ની જીત” રિલીઝ થઇ છે ત્યારે આ ફિલ્મનો પ્રિમયર શો આજે ડીસાના શ્રી રામ થિયેટર ખાતે યોજાયો હતો જેમાં આ જ ફિલ્મ ના મુખ્ય બાળ કલાકાર જીગર ઠાકોર ડીસા ખાતે આવી પહોંચયા હતા. ત્યારે આ બાળ કલાકાર ને નિહાળવા મોટી સઁખ્યા માં શાળાના બાળકો તેમજ ચાહકો ની ભીડ ઉમટી પડી હતી ત્યારે આ પ્રંસગે બાળ કલાકારે રખેવાળ સાથે વાતચિત્ત દરમિયાન લોકોને આ ફિલ્મમાં પોતાની કલા ને નિહાળવા તેમજ આશીર્વાદ આપવાની અપીલ કરી હતી.
- January 17, 2025
0
42
Less than a minute
You can share this post!
editor