મંગળવારે રાતોરાત ગાઝામાં હવાઈ હુમલા કર્યા પછી, ઇઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે હમાસ સાથે યુદ્ધવિરામ બુધવારે ફરીથી અમલમાં આવ્યો છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે ગાઝામાં “આતંકવાદી ઠેકાણાઓ અને આતંકવાદીઓ” પર હુમલાઓ પછી યુદ્ધવિરામ ફરીથી અમલમાં આવ્યો છે. ઇઝરાયલે કહ્યું કે તેના દળોએ પેલેસ્ટિનિયન પ્રદેશની અંદર કાર્યરત “આતંકવાદી સંગઠનોના 30 ટોચના આતંકવાદીઓ” ને લક્ષ્ય બનાવીને હુમલા કર્યા હતા.
મંગળવારે ઇઝરાયલી સેના દ્વારા ગાઝા પર રાતોરાત થયેલા હુમલામાં અત્યાર સુધીમાં 81 લોકો માર્યા ગયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. આ પછી, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો ભંગ થયો હતો, પરંતુ આ દરમિયાન, ઇઝરાયલે એક મોટો દાવો કર્યો છે કે યુદ્ધવિરામ ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે અમે યુદ્ધવિરામ કરારનું પાલન કરવાનું ચાલુ રાખીશું, પરંતુ કરારના કોઈપણ ઉલ્લંઘનનો કડક જવાબ પણ આપીશું. જોકે, ઇઝરાયલના આ દાવા પર હમાસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી

