દક્ષિણ અમેરિકન દેશ આર્જેન્ટિનાએ ભારતીયોને તેમના દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે. પરંતુ આ માટે ભારતીયોએ એક શરત પૂરી કરવી પડશે. આ છૂટ ફક્ત તે ભારતીયોને આપવામાં આવી છે જેમની પાસે અમેરિકન વિઝા છે. આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો કેસિનોએ આ માહિતી તેમના X એકાઉન્ટ પર શેર કરી છે.
મારિયાનો કેસિનોએ તેમના X એકાઉન્ટ પર લખ્યું, “આર્જેન્ટિના યુએસ વિઝા ધરાવતા ભારતીય નાગરિકો માટે પ્રવેશ નિયમો હળવા કરે છે. તેમણે આગળ લખ્યું કે આર્જેન્ટિના સરકારે યુએસ વિઝા ધરાવતા ભારતીય નાગરિકો માટે દેશમાં પ્રવેશવાનું સરળ બનાવ્યું છે. સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત દરખાસ્ત મુજબ, હવે યુએસ ટૂરિસ્ટ વિઝા ધરાવતા ભારતીય નાગરિકોને આર્જેન્ટિના વિઝા લેવાની જરૂર રહેશે નહીં. આ સમાચાર ભારત અને આર્જેન્ટિના બંને માટે ખૂબ જ સારા છે. અમે અમારા સુંદર દેશમાં ભારતના વધુ પ્રવાસીઓનું સ્વાગત કરવા તૈયાર છીએ.”

