ભારતીય જન ઔષધિ કેન્દ્ર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોસાય તેવી વ્યાજબી ભાવે દવા મેળવવા માટે આશીર્વાદરૂપ બનશે; ભારત સરકારના ફાર્માસ્યુટિકલ ડિવાઇસ બ્યુરો ઓફ ઇન્ડિયા,ગુજરાત સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોસાય તેવા વ્યાજબી ભાવે દવાની ખરીદી માટે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર નું ગુરુવારે પાટણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,તપસ્વી અરવિંદભાઈ પટેલ રેડક્રોસ ભવન ખાતે પાટણ જિલ્લા કલેકટર અને પાલિકા પ્રમુખ તેમજ જિ.આરોગ્ય અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ જન ઔષધિ કેન્દ્રના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો એ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ આ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની શરૂઆત થઇ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાએ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો હેતુ એ છે કે દેશના દરેક નાગરિકને ગુણવત્તા વાળી અને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ વિઝન ને ચરિતાર્થ કરવા માટે ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત ના ચેરમેન અજય પટેલ દ્વારા આ મુહીમને આગળ વધારાઈ રહી હોવાનું જણાવ્યું હતું.

