સિક્યુરિટી ગાર્ડના મોત થી પરિવારજનો સહિત હારીજ હોમ ગાર્ડ યુનિટમાં શોક છવાયો; પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેરમાં આવેલ વેદાંત કોમ્પલેક્ષમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતુભા વાધેલા નું અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના ચોથા માળે થી પટકાતા ગંભીર ઈજાઓના કારણે ધટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી હકીકત મુજબ હારીજ શહેરમાં આવેલા વેદાંત કોમ્પલેક્ષમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હારીજ હોમગાર્ડ યુનિટના જીતુભા વાધેલા ગુરૂવાર ના રોજ કોઈ કારણસર કોમ્પલેક્ષ ના ધાબા પર ગયા હતા જ્યાંથી તેઓ પટકાતા ગંભીર ઈજાઓના કારણે તેઓનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ પોલીસને તેમજ હોમ ગાર્ડ યુનિટ ના અધિકારી ને થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવ્યાં હતાં.પોલીસે લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હારીજ રેફરલ્સ હોસ્પિટલમાં ખસેડી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી. હારીજ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા જીતુભા વાઘેલાના આકસ્મિક મોતને પગલે તેમના પરિવારજનો સહિત હારીજ હોમ ગાર્ડ યુનિટ ના અન્ય કમૅચારીઓમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી.