ભારતે રેલ-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મિસાઇલ પરીક્ષણનો એક વીડિયો શેર કર્યો છે.
ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ રેલ-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી લોન્ચ કરવામાં આવી હતી. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તેમના સત્તાવાર X હેન્ડલ પર મિસાઈલ પરીક્ષણ વિશે માહિતી શેર કરી અને પરીક્ષણનો એક વીડિયો પણ શેર કર્યો.

