અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી. અશરફ ગની સરકારના પતનના ચાર વર્ષ પછી આ મુલાકાતને ભારત અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કનો સૌથી મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. મુલાકાત દરમિયાન જયશંકરે કહ્યું કે તમારી મુલાકાત ભારત-અફઘાનિસ્તાન સંબંધોને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
દરમિયાન, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું હતું કે, “અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપ પર ભારતે સૌપ્રથમ પ્રતિક્રિયા આપી હતી. અફઘાનિસ્તાન ભારતને એક ગાઢ મિત્ર માને છે. અફઘાનિસ્તાન પરસ્પર આદર, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત સંબંધો ઇચ્છે છે. અમે પરસ્પર સમજણની પરામર્શ પદ્ધતિ બનાવવા માટે તૈયાર છીએ, જે આપણા સંબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તાકીએ કહ્યું, “હું દિલ્હીમાં આવીને ખુશ છું અને આ મુલાકાત બંને દેશો વચ્ચે સમજણ વધારશે. ભારત અને અફઘાનિસ્તાને તેમના પરસ્પર સંપર્ક અને આદાનપ્રદાન વધારવું જોઈએ. અમે કોઈપણ જૂથને અમારી જમીનનો ઉપયોગ બીજાઓ વિરુદ્ધ કરવા દઈશું નહીં.”

