9 ડિસેમ્બર, 2022 ના રોજ ભારત અને ચીનની સેનાઓ વચ્ચે થયેલી અથડામણ પછી ભારતીય સેના પર કથિત ટિપ્પણી બદલ સુપ્રીમ કોર્ટે લોકસભાના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ઠપકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા કહ્યું હતું કે જો તમે સાચા ભારતીય છો, તો તમે આવી વાતો નહીં કહો. કોર્ટે રાહુલ ગાંધીને પૂછ્યું કે તેમને કેવી રીતે ખબર પડી કે 2000 કિલોમીટર જમીન પર ચીનીઓએ કબજો કરી લીધો છે. તમે વિપક્ષના નેતા છો, તમારી વાત સંસદમાં બોલો, સોશિયલ મીડિયા પર નહીં. સુપ્રીમ કોર્ટે સેના પર ટિપ્પણી કેસમાં સમન્સ સામે રાહુલ ગાંધીની અરજી પર ઉત્તર પ્રદેશ સરકાર અને ફરિયાદીને પણ નોટિસ ફટકારી હતી.
તમને જણાવી દઈએ કે 2023 ની ભારત જોડો યાત્રા દરમિયાન, કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે એક ભૂતપૂર્વ સૈન્ય અધિકારીએ તેમને કહ્યું હતું કે ચીને 2,000 ચોરસ કિલોમીટર ભારતીય પ્રદેશ પર કબજો કર્યો છે. આ જ ટિપ્પણી પર માનહાનિના દાવાને પડકારતી ગાંધીની અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે પૂછ્યું, “તમે કેવી રીતે જાણો છો કે ચીને 2,000 કિલોમીટર પ્રદેશ પર કબજો કર્યો છે?” અને ભાર મૂક્યો, “જો તમે સાચા ભારતીય છો, તો તમે આ નહીં કહો.”

