IND vs PAK: હરિસ રૌફના શરમજનક કૃત્ય પર ભારતીય કોચનું નિવેદન, કહ્યું – અમારા ખેલાડીઓએ બેટથી જવાબ આપ્યો

IND vs PAK: હરિસ રૌફના શરમજનક કૃત્ય પર ભારતીય કોચનું નિવેદન, કહ્યું – અમારા ખેલાડીઓએ બેટથી જવાબ આપ્યો

ભારતીય ટીમે એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 મેચ ફરી એકવાર એકતરફી 6 વિકેટથી જીતી લીધી, ત્યારે આ મેચમાં પાકિસ્તાની ટીમ તરફથી મેદાન પર ઘણો નાટક પણ જોવા મળ્યો. ગ્રુપ સ્ટેજમાં મેચ પછી ભારતીય ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય લીધો ત્યારથી પાકિસ્તાની ખેલાડીઓ અને તેમના ક્રિકેટ બોર્ડ સતત નાટક રચતા જોવા મળી રહ્યા છે. સુપર-4 મેચ દરમિયાન પણ આ દ્રશ્ય મેદાન પર જોવા મળ્યું હતું જ્યારે એક તરફ પાકિસ્તાની ટીમ મેચ હારી રહી હતી, ત્યારે તેમના ફાસ્ટ બોલર હરિસ રૌફ સ્ટેન્ડમાં બેઠેલા ચાહકો તરફ સતત શરમજનક હરકતો કરતા જોવા મળ્યા હતા. જે બાદ હવે ભારતીય ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટ તરફથી આ અંગે નિવેદન બહાર આવ્યું છે.

એશિયા કપ 2025માં, ભારતીય ટીમ 24 સપ્ટેમ્બરે દુબઈમાં બાંગ્લાદેશ સામે તેની આગામી સુપર ફોર મેચ રમશે. મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સહાયક કોચ રાયન ટેન ડોઇશેટે ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું. ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાની બોલર હરિસ રૌફના આક્રમક હાવભાવ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, “મને લાગે છે કે અમે અમારી ક્રિકેટ કુશળતા પર અડગ રહ્યા. પાકિસ્તાની બોલરની ક્રિયાઓ અને મેચ દરમિયાન તેણે જે શબ્દો વાપર્યા હતા તેના કારણે ગુસ્સો ગુમાવવો સરળ હતો. મને લાગે છે કે અમારા ખેલાડીઓએ તેમનું ધ્યાન મેચ પર સંપૂર્ણપણે રાખ્યું અને મેદાન પર તેમના બેટથી જવાબ આપ્યો. મને ખુશી છે કે અમારા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં પોતાને ખૂબ સારી રીતે સંભાળ્યા છે.”

પાકિસ્તાની ખેલાડીઓની હરકતો અંગે રાયન ટેન ડોશેટે કહ્યું, “પરિસ્થિતિ જોતાં, તમે સમજી શકો છો કે ખેલાડીઓ આ રીતે કેમ વર્તી રહ્યા છે અને તેઓ શું બતાવવા માંગે છે. હું અભિષેક શર્મા અને તિલક વર્માની પ્રશંસા કરવા માંગુ છું કે તેઓ પાકિસ્તાનની હરકતોમાં ફસાઈ ગયા નહીં અને તેના બદલે ટીમને મેચ જીતવામાં મદદ કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું.” નોંધનીય છે કે આ મેચ દરમિયાન, અભિષેક શર્મા અને હરિસ રૌફ વચ્ચે ઝઘડો પણ થયો હતો, જેમાં અમ્પાયરોએ દરમિયાનગીરી કરવી પડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *