ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો શરૂ થયો છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025 માં બંને ટીમો કતારના દોહામાં આમને-સામને છે. પાકિસ્તાન A ના કેપ્ટન ઇરફાન ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમોએ ટુર્નામેન્ટની ઝુંબેશની શરૂઆત વિજય સાથે કરી છે. પાકિસ્તાન A એ તેમની શરૂઆતની મેચમાં ઓમાનને 40 રનથી હરાવ્યું, જ્યારે ભારત A એ UAE ને 148 રનથી હરાવ્યું.
મસૂદના ઓવરનું સ્વાગત છગ્ગાથી થયું. વૈભવ સૂર્યવંશીએ નવમી ઓવરના પહેલા બોલે જબરદસ્ત છગ્ગો ફટકાર્યો. આ દરમિયાન, મસૂદે નમન ધીરના રૂપમાં ભારતને બીજો મોટો ઝટકો આપ્યો. નમન 20 બોલમાં 35 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો.
નમન ધીરે પોતાનું ખાતું ખોલાવ્યું. તેણે ઉબેદ શાહની પાંચમી ઓવરના બીજા બોલ પર શાનદાર બાઉન્ડ્રી ફટકારી. પાંચ ઓવરમાં સ્કોરબોર્ડમાં 40 રન ઉમેરાયા. વૈભવ 24 અને નમન 6 રને રમતમાં છે.

