છેલ્લે યોજાયેલ ઓલિમ્પિકમાં એક ખેલાડીના બે પ્રશ્નોએ નવું કર્યું

છેલ્લે યોજાયેલ ઓલિમ્પિકમાં એક ખેલાડીના બે પ્રશ્નોએ નવું કર્યું

સમગ્ર ગુજરાતની નજર જ્યાં ઠરી હતી એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું. વર્ષ: 2024 પૂરું થતાં થતાં આ છેલ્લી ચૂંટણી. હાર અને જીત વચ્ચે ચાલતી આ દુનિયામાં કેટલીક વખત એવું પણ બને કે ત્યાં એક આગવું અને અનોખું ઉદાહરણ સામે આવે. સનાતન સંસ્કૃતિમાં ક્યારેય કોઈનું ખોટું ન બોલવા શીખવવામાં આવે છે. કહેવાય છે કે કોઈ એક ક્ષણ એવી હોય જ્યારે બોલાયેલું હોય એવું થાય જ થાય. એટલે સંતાનમાં સતત સારું અને અન્યને લાભ માટેનું જ બોલવું એવું કહેવામાં આવે છે. સૌ પ્રથમ મારા ગ્રાહકને લાભ થાય અને એ પછી મારું શુભ થાય. આવું વિચારવું એ જ સાચું જીવન. પરંતુ અત્યારના વ્યક્તિગત વિકાસના માધ્યમોને આધારે કોઈ જરાય જતું કરવા તૈયાર નથી. કૌરવ અને પાંડવોની વાતમાં આવે છે એમ પાંચ ગામ નહીં કશું જ જતું ન કરવા માટે વિશ્વનું સૌથી મોટું યુધ્ધ થયું. પરંતુ વિશ્વમાં ઓળખ, નાણાં અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવામાં બધું જતું કરવા તૈયાર થયા હોય એવી એક વૈશ્વિક ઘટના બનવા પામી હતી.

ઓલિમ્પિકમાં સુવર્ણ પદક સાથે જોડાયેલ આ વાત છે. આ દ્રશ્ય ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષોની હાઈ જમ્પ ફાઈનલનું છે. ફાઈનલમાં ઈટાલીના જિયાનમાર્કો તાંબેરી અને કતારના મુતાઝ ઈસા બર્શિમ સામ સામે સ્પર્ધક હતા. ત્રણ રાઉન્ડમાં સૌથી વધારે માપ 2.37 મીટર હતું. આ માપ બંનેનું હતું. બંને સરખા અંતરે હતા. 2.37 મીટરની છલાંગ લગાવી અને એક બીજાની બરાબરી કરી ચૂક્યા હતા.

આવું થાય ત્યારે ઓલિમ્પિક અધિકારીઓએ બંનેને વધારાના ત્રણ પ્રયાસ આપ્યા. આ વખતે બંને 2.37 મીટરથી વધુ સુધી પહોંચવા સમર્થ નહોતા.

બંનેએ બીજા ત્રણ પ્રયત્નમાં 2.37 મીટર થી આગળ વધી શકતા ન હતા. છેવટે બંને ને એક એક પ્રયાસ આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ વખતે બર્શીમ ક્યાંક આગળ પાછળ ફરી વિચારો કરતો હતો. તેના મનમાં કંઈક ઘૂમતું હતું. કંઈક વિચારીને તેણે એક અધિકારીને પૂછ્યું, “જો હું અને મારો હરીફ બંને આગળ ન વધી શકીએ તો સુવર્ણ ચંદ્રક કોને મળે? આ વખતે અધિકારીઓએ કહ્યું બંનેમાંથી કોઈ એક 2.37 થી વધુ ન કુદે ત્યાં સુધી એક એક પ્રયત્ન આપતાં રહીશું. છેવટે અંતિમ પ્રયાસમાંથી ખસી જઈશ તો શું સુવર્ણ ચંદ્રક અમારા બંને વચ્ચે વહેંચી શકાય?”

આ બીજો પ્રશ્ન પણ ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. નિયમોની તપાસ કરીને જવાબ મળ્યો કે, “હા, ગોલ્ડ મેડલ બંને ખેલાડીઓ વચ્ચે વહેંચવામાં આવશે”.

બર્શીમે છેલ્લા પ્રયાસમાંથી ખસી જવાની જાહેરાત કરી. આ જોઈને ઈટાલીનો ખેલાડી તાંબરી આ જોતો હતો. એ પણ હવે વધારે કૂદવા અસમર્થ હતો. છેવટની વાતચીત જોઈ સાંભળી એ દોડ્યો અને મુતાઝ બર્શીમને ગળે લાગી ભેટી પડ્યો.બંને પરસ્પર ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા.

આવા લોકો હંમેશા બીજા અનેકો માટે પ્રેરણા પૂરી પાડતા હોય છે.

સમગ્ર જીવનમાં સંતોષ અને આત્મશ્રદ્ધા ખૂબ જ મહત્વની છે. જેમ દરેકના સ્વભાવ સરખા નથી એમ દરેકના વિચારો પણ સરખા નથી હોતા. છેલ્લે યોજાયેલ ઓલિમ્પિકમાં સમાજ ને આદર્શ પૂરો પાડી શકાય એવું એક ઉદાહરણ સામે આવ્યું. આવું ગળાકાપ સ્પર્ધામાં વિચારનાર કેટલા એવું પૂછવામાં આવે તો આ બે ખેલાડીઓના નામ તો અવશ્ય આપી શકાય.

ડૉ.ભાવેશ પંડ્યા
ગમતી નિશાળ
પાલનપુર

subscriber

Related Articles