બનાવના પગલે ઘર માલિકને અંદાજિત રૂપિયા એક લાખથી વધુનું નુકસાન: પાટણના વિસલવાસણા ગામે પટેલ નટુભાઈ અંબારામભાઈ ના ઘરે રવિવારે સવારે અગમ્ય કારણોસર ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી જે આગમાં ઘરની ઘર વખરી બળીને રાખ થતાં ઘર માલિકને અંદાજીત રૂપિયા એક લાખથી વધુ નું નુકશાન થવા પામ્યુ હતું. જોકે આ ઘટના સમયે પરિવારજનો લગ્ન પ્રસંગે બહાર હોય જાન હાની ટળી હતી. આ ઘટના બાબતે ઊંઝા ફાયર વિભાગ ને જાણ કરાતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. તો બનાવના પગલે યુજીવીસીએલ ના હેલ્પર દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવતા વધુ નુકસાન થતું અટકયુ હતું.

- January 19, 2025
0
168
Less than a minute
You can share this post!
editor