પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડાયું

પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડાયું

આંદોલનમાં જોડાયેલા કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે ટીગાટોળી સાથે અટકાયત કરી; પાટણમાં કોંગ્રેસ દ્રારા કલેકટર કચેરી બહાર શુક્રવારે વોટ ચોર-ગાદી છોડ આંદોલન છેડવામાં આવ્યું હતું જે આંદોલનમાં જોડાયેલા કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે ટીગાટોળી સાથે અટકાયત કરી હતી. પાટણ જિલ્લા કોંગ્રેસે રાહુલ ગાંધીના વોટ ચોરીના મુદ્દાને સમર્થન આપવા શુક્રવારે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેમાં શહેર કોગ્રેસ પ્રમુખ દીપક પટેલ સાથે નગરસેવકો સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈ ના આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

કોગ્રેસ આગેવાનો, કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે ‘વોટ ચોર, ગાદી છોડ’ના સૂત્રોચ્ચાર કરતાં ફરજ પરના પોલીસે ૧૦ થી વધુ કોગ્રેસ ના આગેવાનો,કાર્યકરોની ટીગાટોળી સાથે અટકાયત કરી હતી. કાર્યકરોએ પોલીસ વાન આગળ બેસીને પણ પોતાનો વિરોધ ચાલુ રાખી ભાજપ હમસે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે’ના નારા લગાવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ઈલેક્શન કમિશન અને ભાજપ ની મિલીભગત હોવાનો આક્ષેપ કરી તેમણે અગાઉની મશાલ રેલીનો ઉલ્લેખ કરી ભવિષ્યમાં પણ વોટ ચોરીના મુદ્દે આંદોલન ચાલુ રાખવાની ચિમકી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *