શિયાળાના ઉત્તરાર્ધે વધુ એક મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લઈ વાતાવરણમાં પલટો

શિયાળાના ઉત્તરાર્ધે વધુ એક મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લઈ વાતાવરણમાં પલટો

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં મધરાતે વરસાદી છાંટા શરૂ થતા ખેડૂતોમાં ઉચાટની સ્થિતિ

રવિ સિઝન લેવાના ટાંકણી વાતાવરણમાં પલટો આવતા ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ

બે દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ પરંતુ વરસાદની શક્યતાઓ નહિવત : હવામાન વિભાગ, શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમનના ટાંકણે વધુ એક ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ અસરને લઈ બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે સોમવારની મધરાતે ડીસા તાલુકાના કેટલા ગામડાઓમાં વરસાદી છાંટા પડયા હતા. રવિ સિઝનના પાંખો લેવા ખેડૂતો કામે લાગ્યા છે. તેવા સમયે અચાનક બદલાયેલા વાતાવરણ અને વરસાદી છાંટાનું આગમન થતા ખેડૂત પણ ઉચાટ ની સ્થિતિમાં મુકાઈ ગયો હતો. હવામાન નિષ્ણાતો ના મતે ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયકોલોનીક સિસ્ટમને પગલે હજુ આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદની શક્યતાઓ બહુ ઓછી છે. પરંતુ વાદળછાયુ વાતાવરણને લઈ તાપમાનનો પારો વધશે જેથી ફેબ્રુઆરી મહિનામાં પણ પ્રજાજનો ને ગરમીનો અનુભવ થશે

બદલાયેલા વાતાવરણ વચ્ચે પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે; હવામાન નિષ્ણાતોના મતે છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને લઈ પવનની દિશા અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે સામાન્ય પવન કરતાં પવનની ગતિમાં થોડોક વધારો થવો મળશે

દેશના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ; ભારતીય હવામાન વિભાગના મતે દેશના ઉત્તર ભાગના કેટલાક રાજ્યોમાં વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહે છે. જેમાં ગુજરાતમાં પાડોશી રાજસ્થાનમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે જેની અસર રાજસ્થાનના અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં પણ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

રવિ સિઝન લેવાના ટાંકણે બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ; બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સિઝન લેવાની કામગીરી શરૂ કરી છે તેવા સમયે વાતાવરણમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ત્યારે આવા સમયે જો વરસાદ થાય તો ખેડૂત વર્ગને મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *