કાંકરેજ તાલુકાના કુંવારવા ગામે પ્લોટ વિસ્તાર જ્યાં થી રાજ વિધ્યા પ્રચાર સેવા સંસ્થાન તરફ જવા આવવા ના આજુબાજુ પ્લોટ વિસ્તાર માં લોકોના ઘરે જવા આવવા તેમજ બાળકો ને શાળાએ જવા આવવા ના જાહેર રસ્તા પર પાણી ભરાયા છે જેથી રસ્તા માં મોટા ખાડાઓ પડી રહ્યાં છે અને પાણી ભરવાના કારણે ગંદકી થાય અને રોગચાળો ફેલાય તેવી શક્યતા છે અને રસ્તાની સાઈડો પર બાવળના ઝુંડ વકરવા થી લોકો ને આવવા જવા માં તકલીફો પડે છે તાજેતર માં આશ્રમ જવાના રસ્તામાં પાણી ભરવાના કારણે મોટો ખાડો પડ્યો છે તે રિપેર કરવાને બદલે સરપંચ ખુદ પથ્થર નાખી રહ્યા હોવાનું તસવીર માં જણાઈ રહ્યું છે. એક બાજુ રાજ્ય સરકાર દ્વારા મોટો મોટી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે જેની તપાસ થવી જરૂરી હોવાનું આમ જનતા માં ચર્ચાય છે અને ભરાયેલા પાણી.તેમજ પડેલા ખાડાઓ ને રસ્તાની બાજુ માં થયેલા બાવળો ના ઝુંડો કાપવા માટે અવાર નવાર સરપંચને રજૂઆત કરેલ જે બાબતે પ્લોટ વિસ્તારના રહીશો એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમો એ સરપંચ ને વારંવાર મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ આજ સુધી આ રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી તેમ પ્લોટ વિસ્તારના લોકો એ જણાવ્યું હતું.
- August 24, 2025
0
111
Less than a minute
You can share this post!
editor

