ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ગરમી નો પારો ચડ્યો

ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ગરમી નો પારો ચડ્યો

સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર આકરી ગરમીની શરૂઆત થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટન ડીસ્ટર્બન્સની સિસ્ટમને કારણે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ પવનની દિશા બદલાતા દિવસ રાત્રીના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના કારણે ગરમીના પારા માં આશિક ઘટાડો નોંધાતા પ્રજાજનોને ગરમીથી સામાન્ય રાહત મળી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું આકાશ ખુલ્લું થતા ફરી એકવાર ગરમીનું પારો ઉચકાયો છે. અને તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી જતા પ્રજાજનોએ આગ આંકતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનનો પારો ઉચકાતા પ્રજાજનોને ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જો તે હવામાન નિષ્ણાતોના મતે મહારાષ્ટ્ર પર સર્જાયેલી સિસ્ટમને લઈ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી ત્રણ એપ્રિલ સુધી છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ તેની અસર બનાસકાંઠા જિલ્લા પર સામાન્ય રહેશે જેના કારણે ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.

બનાસકાંઠા જિલ્લામાં બપોરના સમયે ગરમી નું પ્રમાણ વધ્યું; સામાન્ય રીતે આ વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન સતત બદલાતા વાતાવરણ વચ્ચે થોડાક સમયે આકરી ગરમીનો અનુભવ બાદ વાતાવરણ બદલાતા ગરમીનું પ્રમાણ ઘટતું હતું રાજ્યના કેટલા ભાગોમાં છૂટોછવાયો વરસાદની આગાહી વચ્ચે સોમવાર ના દિવસે બપોરના સમયે બનાસકાંઠા જિલ્લામાં ગરમીની અસર જોવા મળી હતી જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ બની જવા પામ્યા હતા.

ગરમીનું પ્રમાણ વધતાં ખેતી માટે અનુકૂળ હોવાનો જણાવતા ખેડૂતો; આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ગરમીનું પ્રમાણ વધતા ખેતી માટે ખૂબ જ અનુકૂળ ગણવામાં આવે છે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણના કારણે મગફળી બાજરી સહિત હ પાકમાં વૃદ્ધિ થતી ન હતી પરંતુ હવે ગરમીનું પ્રમાણ વધતાં આ પાકો માટે પણ ખૂબ જ અનુકૂળ બની રહેશે.

ડીસાનું મહત્તમ તાપમાન 40. ડિગ્રી નોંધાયું; ડીસાના મહત્તમ તાપમાનમાં વધારો થતા સોમવાર ના મહત્તમ તાપમાન 40. ડીગ્રી નોંધાયું હતું આ ઉપરાંત લધુતમ તાપમાનમાં પણ વધારો થતા 19.7 ડીગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22 ટકા જોવા મળ્યું છે અને પવનની ગતિ પ્રતિ કલાક 7 km રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *