ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

ડીસામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું

રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા નાયબ કલેકટરને રજૂઆત કરવામાં આવી

ડીસા નાયબ કલેકટરને ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના મુખ્ય ૩મુદ્દાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજના મોંઘવારીના યુગમાં દિવસે ને દિવસે ખેતી મોંઘી થઈ રહી છે જેમાં સરકાર દ્વારા થોડા દિવસો પહેલા વિવિધ રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો કર્યો છે જેને લઇ રાસાયણિક ખાતરોમાં ભાવ વધારો પાછો ખેંચવા બાબતે ભારતીય કિસાન સંઘ ડીસા તાલુકા દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ભારતીય કિસાન સંધ દ્વારા ડીસા તાલુકાના પ્રમુખ મોહનભાઈ માળી અને તેમની ટીમ દ્વારા ખેડુતોના મુખ્ય મુદ્દાઓ ને લઇ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રાસાયણીક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા આ ઉપરાંત ઉનાળું પાક બાજરી અને મગફળીને પાક વહેલો વરસાદ આવવાથી ખેડુત બરબાદ થઈ ગયો છે જે ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે તેનું સરકાર દ્વારા વળતર આપવુ અને ખેડૂતોની જમીન સર્વેની જે ભૂલો છે તે તાત્કાલિક સુધારો કરવો જેવી વિવિધ માંગો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *