ભારતીય ટીમને તાજેતરમાં ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે 24 વર્ષમાં પ્રથમ વખત ઘરઆંગણે ક્લીન સ્વીપનો સામનો કર્યો હતો. આ હારને કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન પણ ગુમાવવું પડ્યું છે.
જેમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની 0-3થી મળેલી હારની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુંબઈ ટેસ્ટ માટે ‘રેન્ક ટર્નર’ની પસંદગી, જસપ્રીત બુમરાહના આરામ અને ગૌતમ ગંભીરની કોચિંગ સ્ટાઈલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા, પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને મુખ્ય કોચ ગંભીર સહિત બીસીસીઆઈના સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. ગંભીરે ઓનલાઈન મીટિંગમાં હાજરી આપી હતી.