ઇમરાન તાહિરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં આવો ચમત્કાર કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

ઇમરાન તાહિરે તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, T20 ક્રિકેટમાં આવો ચમત્કાર કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

કેરેબિયન પ્રીમિયર લીગ 2025 માં, એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સ અને ગુયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આમાં ગુયાનાની ટીમે 83 રનથી જીત મેળવી હતી. 46 વર્ષીય ઇમરાન તાહિરે ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગુયાના વોરિયર્સ ટીમે પહેલા બેટિંગ કરીને 211 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી, એન્ટિગુઆ અને બાર્બુડા ફાલ્કન્સની ટીમ ફક્ત 128 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

ઇમરાન તાહિરે મેચમાં 4 ઓવરમાં 21 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. વિરોધી ટીમના બેટ્સમેન તેના બોલને સમજી શક્યા ન હતા અને તે સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયા હતા. તેમણે 46 વર્ષ અને 148 દિવસની ઉંમરે પાંચ વિકેટ ઝડપી છે. તે T20 ક્રિકેટના ઇતિહાસમાં પાંચ વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરના કેપ્ટન બન્યા છે. તેમણે માલાવીના કેપ્ટન મોઅઝ્ઝમ અલી બેગનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. મોઅઝ્ઝમે 39 વર્ષની ઉંમરે માલાવી માટે રમતી વખતે કેમરૂન સામે પાંચ વિકેટ લીધી હતી. હવે ઇમરાન કેપ્ટન રહીને તેમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ઇમરાન તાહિર 40 વર્ષથી વધુ ઉંમર પછી T20 ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ કેપ્ટન પણ બન્યો છે. ઇમરાન પહેલા કોઈ પણ કેપ્ટન 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી T20 ક્રિકેટમાં પાંચ વિકેટ લઈ શક્યો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *