બાગાયતી પાક : ડીસા પંથકમાં શક્કરટેટી અને તડબૂચ નુ વાવેતર કરવામાં આવ્યું

બાગાયતી પાક : ડીસા પંથકમાં શક્કરટેટી અને તડબૂચ નુ વાવેતર કરવામાં આવ્યું

ઓછા સમયમાં સારી કમાણી થતી હોવાથી ખેડૂતો શક્કરટેટી અને તડબૂચ નુ વાવેતર કરતા હોય છે

ડીસા પંથકની શકકરટેટીની અન્ય રાજ્યોમાં પણ સારી એવી માંગ

શક્કરટેટી અને તરબૂચનું આગોતરું વાવેતર કરેલ ખેડૂતોને ખૂબ સારા ભાવો પણ મળે છે.

બનાસકાંઠા જિલ્લામાં ખેતીક્ષેત્ર માં અવ્વલ ગણાતા ડીસા તાલુકામાં ખેડૂતો ચીલા ચાલુ ખેતીના બદલે આધુનિક અને બાગાયતી ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે જેમાં ઉનાળા નુ વાવેતરમાં ડીસા પંથક ના ખેતરો માં શકકરટેટી અને તડબૂચ ના પાળાઓ નજરે પડતાં હોય છે ઓછા સમયમાં વધારો કમાણી આપતા શકકરટેટી અને તડબૂચ નુ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના વડાવલ ગોગાઢાણી કુપટ માલગઢ રાણપુર આખોલ સહિત અનેક ગામોના ખેડૂતોએ શકરટેટી નુ વાવેતર થવા લાગ્યું છે આગોતરું વાવેતર કરેલ બટાકાનો પાક લઇ ખેડૂતો દ્વારા શક્કરટેટી અને તરબૂચ નુ વાવેતર કર રહ્યા છે ગરમીની શરૂઆત થતાં જ વાવેતર શરૂ કરી દેવામાં આવતું હોય છે આધુનિક સાધનો વડે કરાતુ વાવેતર અને ડ્રીપ ઈરીગેશન પદ્ધતિથી થી પિયત કરવામાં આવે છે તબક્કાવાર શક્કરટેટી અને તરબૂત નું વાવેતર થતું હોવાથી બજારમાં પણ ટુંક સમયમાં શક્કરટેટી વેચાતી જોવા મળી શકશે ડીસા તાલુકામાં શકરટેટીનો પાક ખેડૂતોને સારી એવી કમાણી કરી આપી રહ્યો છે જેને લીધે દર વર્ષે શક્કરટેટીનો વાવેતર થાય છે.

નેટ હાઉસ ટેકનોલોજી નો ઉપયોગ થકી ખેડૂતો એ શક્કરટેટી અને તરબૂચનું આગોતરું વાવેતર પણ કર્યું; આ અંગે ખેડૂતો એ કહ્યું હતું કે શકકરટેટી અને તરબૂચનું આગોતરું વાવેતર કરેલ છે તેવા પાકો ને બદલાતા વાતાવરણ ની અસર ઓછી થાય અને ઝડપથી પાક ની વુધ્ધિ થાય તે માટે વાવેતર કરેલ પાળાઓ પર નેટ મારવામાં આવી છે નેટ હાઉસ ટેકનોલોજી ના ઉપયોગ થી પાક ને ઠંડી કે ગરમી ની અસર પણ થતી નથી પાકને પ્રમાણસર તેનું વાતાવરણ મળતું હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *