દિલ્હીના દ્વારકા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દ્વારકા એક્સપ્રેસ વે પર રાત્રે બે કાર સામસામે અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ એટલી જોરદાર હતી કે બંને વાહનો બળીને રાખ થઈ ગયા હતા.
ઘટના અંગે માહિતી આપતા ફાયર ઓફિસરે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે બાકીના ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, અકસ્માતનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી.