પવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ

પવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ

30 દિવસના પવિત્ર મહિનામાં 4 સોમવાર આવશે 

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતમાં એકસાથે શરૂ થશે શ્રાવણ : 28 જુલાઈથી શ્રાવણનાં પ્રથમ સોમવાર વ્રતનો આરંભ : ભોળાનાથને પ્રસન્ન કરવા ઉપવાસ, જપ અને પૂજાનું અનેરું મહત્વ ; હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને વિશેષ મહત્વ ધરાવતો શ્રાવણ માસ 25 જુલાઈ, 2025 થી શરૂ થવા જઈ રહ્યો છે. શિવભક્તો માટે આ 30 દિવસનો સમયગાળો ભગવાન ભોળાનાથની આરાધના, ભક્તિ અને ઉપવાસમાં લીન થવાનો રહેશે. શિવભક્તિ માટે શ્રેષ્ઠ ગણાતા આ મહિનામાં જપ, તપ અને પૂજા દ્વારા ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરશે.આ વર્ષે ગુજરાતમાં શ્રાવણ માસ 25 જુલાઈ, 2025 થી શરૂ થઈને 23 ઓગસ્ટ, 2025 સુધી ચાલશે. આ સાથે જ, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ શ્રાવણ માસની ઉજવણી આ જ સમયગાળા દરમિયાન થશે.શ્રાવણ મહિનાનું મુખ્ય આકર્ષણ તેના સોમવાર હોય છે, જે ભગવાન શિવને સમર્પિત છે.

આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન કુલ ચાર સોમવાર આવશે, જેની તારીખો નીચે મુજબ છે:

–  28 જુલાઈ, 2025 – પ્રથમ શ્રાવણ સોમવાર વ્રત
–  4 ઓગસ્ટ, 2025 – બીજો શ્રાવણ સોમવાર વ્રત
– 11 ઓગસ્ટ, 2025 – ત્રીજો શ્રાવણ સોમવાર વ્રત
– 18 ઓગસ્ટ, 2025 – ચોથો શ્રાવણ સોમવાર વ્રત

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન ઘણા ભક્તો ઉપવાસ રાખે છે. અને ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરે છે. શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તિમાં લીન થવા માટે કેટલાક વિશેષ કાર્યો અને મંત્રોનો જાપ કરવાનું સૂચન કરવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવી, પૂજા દરમિયાન મહાદેવના મંત્રોનો જાપ કરવો શુભ મનાય છે. ખાસ વસ્તુઓનું દાન કરવું, શિવલિંગ પર વિવિધ વસ્તુઓનો અભિષેક કરવો, બ્રહ્મચર્યના નિયમનું પાલન કરવું અને ગરીબોને ભોજન કરાવવું પણ અત્યંત પુણ્યકારક માનવામાં આવે છે.શ્રાવણ માસમાં નીચે આપેલા મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે: આ પવિત્ર મહિનામાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળશે. અને વાતાવરણ ભક્તિમય બની જશે. ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર, ધતૂરો, ભાંગ વગેરે ચઢાવીને ભગવાન શિવને પ્રસન્ન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *