હિંમતનગર ‘ધ બિગબુલ ફેમિલી’ પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર

હિંમતનગર ‘ધ બિગબુલ ફેમિલી’ પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને બે દિવસના રિમાન્ડ મંજૂર

હિંમતનગરમાં ‘ધ બિગબુલ ફેમિલી’ પોન્ઝી સ્કીમ કેસમાં ઝડપાયેલા બે આરોપીઓને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બી ડિવિઝન પોલીસે ગઈકાલે સાંજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, ‘ધ બિગબુલ ફેમિલી’ નામની કંપનીએ રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી છેતરપિંડી કરી હતી. આ સ્કીમમાં છેતરાયેલા 36 રોકાણકારોએ એકઠા થઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે સંચાલકો અને એજન્ટો સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં શીતલ જગદીશગીરી ગોસ્વામી (રહે. જામળા, તા. હિંમતનગર) અને વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ (રહે. સરોલી, તા. હિંમતનગર)નો સમાવેશ થાય છે. પોલીસે સોમવારે સાંજે તેમને હિંમતનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓને 12 નવેમ્બર, 2025ની સાંજ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *