હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો. રામનવમી શોભાયાત્રાને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વિશેષમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં ડીવાયએસપી, એ ડિવિઝનના પીઆઈ અને પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ બેઠક દ્વારા શોભાયાત્રા દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

- April 4, 2025
0
306
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next