હિંમતનગર; ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 50 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો

હિંમતનગર; ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ટ્રકમાંથી 50 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો

હિંમતનગર બાયપાસ રોડ પર કાટવાડ પાટિયા પાસેથી ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે એક ટ્રકમાંથી ₹50 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ગાંધીનગર તરફ જવાની છે. આ માહિતીના આધારે પોલીસે કાટવાડ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. હરિયાણા પાસિંગની ટ્રક (HR.55.W.6968) આવતા તેને રોકીને તપાસ કરી હતી.

ટ્રકમાં પેપર રોલની આડમાં વિદેશી દારૂની 378 પેટીઓ મળી આવી હતી. તેમાં 6,212 બોટલો હતી, જેની કિંમત ₹50,33,799 છે. પોલીસે ટ્રક (₹10 લાખ), પેપર રોલ (₹1,47,609) અને મોબાઈલ (₹3,000) સહિત કુલ ₹61,84,408નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક ચાલક ગોવિંદસિંહ કનેસિંહ રાવત (38)ની ધરપકડ કરવામાં આવી છે. તે રાજસ્થાનના પાલી જિલ્લાના રાયપુર તાલુકાના પચાન પુરા ગામનો રહેવાસી છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીઆઇ એચ.આર.હેરભાના નેતૃત્વમાં વધુ તપાસ ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *