હિંમતનગરના વીરપુર ગામની સીમમાં આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો હતો. હિંમતનગર ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશનમાં કુલ 220 ગુનામાં પકડાયેલી 47,643 બોટલનો નાશ કરવામાં આવ્યો. આ દારૂનો જથ્થો કુલ રૂ.99.25 લાખની કિંમતનો હતો. હિંમતનગર એ ડિવિઝનમાંથી 105 ગુનામાં રૂ.61.11 લાખની કિંમતની 25,409 બોટલ જપ્ત કરાઈ હતી. બી ડિવિઝનમાંથી 30 ગુનામાં રૂ.4.11 લાખની 2,164 બોટલ મળી હતી. ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી 16 ગુનામાં રૂ.12.29 લાખની 4,748 બોટલ અને ગાંભોઈ પોલીસ સ્ટેશનમાંથી 74 ગુનામાં રૂ.27.44 લાખની 18,002 બોટલ જપ્ત કરાઈ હતી.
આ કાર્યવાહી દરમિયાન ડી.વાય.એસ.પી, પી.આઈ, પી.એસ.આઈ, પી.આઈ એચ.આર. હેરભા તેમજ પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારી હાજર રહ્યા હતા. દારૂની બોટલો પર રોલર ફેરવીને નાશ કરાયો હતો. ત્યારબાદ ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.