ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે આંબાઘાટા વિસ્તારમાં હાઈવે બંધ કરવો પડ્યો

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે આંબાઘાટા વિસ્તારમાં હાઈવે બંધ કરવો પડ્યો

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તા બંધ થયા હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.દાંતામાં ભારે વરસાદને કારણે આંબાઘાટા વિસ્તારમાં હાઈવે બંધ કરવો પડ્યો છે. લેન્ડ સ્લાઈડ થતાં હાઈવે પર પથ્થરો પડ્યા હતાં. દાંતાથી સતલાસણા માર્ગ પર લેન્ડ સ્લાઈડ થતાં રસ્તો બંધ કરવો પડ્યો હતો.

પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ; બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદને કારણે રસ્તો બંધ કરવો પડ્યો હતો. દાંતાથી સતલાસણા માર્ગ પર લેન્ડ સ્લાઈડ થતાં આંબાઘાટા વિસ્તારમાં હાઈવે બંધ કરવો પડ્યો હતો. રસ્તો બંધ થતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી. પહાડો પરથી પથ્થરો પડતાં રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. અરવલ્લીની ગીરીમાળાઓમાં ભારે વરસાદને કારણે પથ્થરો ખસકીને રોડ પર પડ્યા હતાં. લેન્ડ સ્લાઈડની ઘટનાની જાણ થતાં જ દાંતા ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘટના સ્થળે જેસીબી દ્વારા પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. કામગીરીને કારણે એક તરફનો રસ્તો બંધ કરવો પડ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *