હાય ગરમી; પાટણમાં તાપમાનમાં વધારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

હાય ગરમી; પાટણમાં તાપમાનમાં વધારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

પાટણ જિલ્લામાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે મંગળવારે તાપમાનમાં વધારો થશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી છે. આકરી ગરમીને કારણે શહેરીજનો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, છાસ અને ફળોનો ઉપયોગ કરી રહ્યા છે. બપોરના સમયે ગરમીના કારણે હાથ બળવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. છેલ્લા બે દિવસથી તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું રહી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *