ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસે ભારે ટ્રાફિક જામ : વાહનવ્યવહાર ખોરવાયો

ખેડબ્રહ્મા બસ સ્ટેશન પાસે ભારે ટ્રાફિક જામ : વાહનવ્યવહાર ખોરવાયો

ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આના કારણે અંબાજી, ઈડર અને અંબિકા માતાજી મંદિર તરફ જતા માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.ટ્રાફિક જામના કારણે અંબાજી તરફથી આવતી એસ.ટી. બસો લાંબા સમય સુધી ફસાઈ હતી. અંબિકા માતાજી મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ અને અન્ય વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.જેથી વાહન ચાલકોએ વહેલી તકે આ સમસ્યા અંગે ઉકેલ લાવવા માંગ કરી છે

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *