બનાસકાંઠા જિલ્લામાં આજે જાહેર કરાયેલ રેડ એલર્ટ અને હવામાન ખાતાની આગાહી સાબિત થતાં ભીલડી પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદનો પ્રારંભ થયો હતો. જિલ્લા તંત્રએ પહેલાથી જ નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે ઉમીયા નગર સોસાયટી બનાસ બેંક.નાગરીક શરાફી મંડળી અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધતી જોવા મળી છે. વરસાદની જોરદાર ઝાપટે લોકોને અચાનક કામકાજ સ્થગિત કરી સલામત સ્થળે આશરો લેવા મજબૂર કર્યા હતા. ભીલડી સહિત આસપાસના વિસ્તારોમાં બપોરે અંધારપટ છવાયો હતો.
- September 7, 2025
0
106
Less than a minute
You can share this post!
editor

