એક જ દિવસમાં અઢી ડિગ્રી તાપમાન વધ્યું ડીસાનું મહત્તમ તાપમાન ૪૧.૬ ડીગ્રી એ પહોંચ્યું
આગામી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં હીટ વેવની આગાહી વચ્ચે પ્રજજનો ને સતર્ક રહેવા અનુરોધ
માર્ચ મહિનાની શરૂઆતથી જ ઉનાળાનો વિધિવત પ્રારંભ થયો છે અને શરૂઆતમાં જ ગરમી વધવા મળી છે. આગામી ત્રણ દિવસ બનાસકાંઠા જિલ્લામાં આગ આંકતી ગરમી પડવાની પણ શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગે પણ બનાસકાંઠા જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી પહોંચી જતા ગરમી વધી રહી છે. હજુ તો ઉનાળો શરૂ થયો છે. ત્યાં હિટવેવની આગાહી આવી જતાં એપ્રિલ અને મે મહિનામાં આગ ઓકતી ગરમી પડવાની પણ દહેશત રહેલી છે.
બનાસકાંઠા જિલ્લામાં હોળી પહેલો જ સૂર્યનારાયણ આકરા તપવા માડતાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. છેલ્લા બે દિવસથી રાત્રિનું તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે અને દિવસનું તાપમાન ૪૧ ડિગ્રીને આંબી જવા લાગ્યું છે. આગામી દિવસોમાં ગરમીમાં સતત વધારો થતો રહેશે અને આજથી ત્રણ દિવસ બનાસકાંઠા જિલ્લા ના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા ૧૨ મી તારીખ સુધી જિલ્લામાં હીટવેવ રહેશે.. હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે. ત્યાં તો ગરમીનું રોદ્ર સ્વરૂપ સામે આવવા લાગ્યું છે ત્યારે આગામી ત્રણ મહિનાથી વધુ સમય કેટલી ગરમી પડશે તે વિચારથી જ લોકો ડર અનુભવી રહ્યા છે.
છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થવા લાગ્યા છે. અને આકરો તાપ અનુભવાઈ રહ્યો છે. લઘુતમ તાપમાન ઊંચકાતા રાત્રે પણ ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ગરમી વધતો બપોરે લોકોની અવરજવરમાં પણ મહદંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં બનાસકાંઠા જિલ્લા નાવિવિધ વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતાઓ રહેલી છે.
માર્ચ મહિનામાં જ રેકોર્ડબ્રેક ગરમી પડશે; હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં સોમવારથી બનાસકાંઠા સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં માર્ચ મહિનામાં જ રેકોર્ડ બ્રેક ગરમી પડી શકે છે. અને અગાઉના વર્ષોનો રેકોર્ડ પણ તૂટી શકે છે. એપ્રિલ અને મે મહિનામાં મોટો મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીની આસપાસ પહોંચી જવાની પણ વર્તારો હવામાન વિભાગના સુત્રોએ વધુમાં વ્યક્ત કર્યો છે.
ગરમીની શરૂઆત થતાં જ ઠંડી વસ્તુઓની માંગમાં વધારો થયો; માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં જ ગરમીની શરૂઆત થતાં ઠંડી વસ્તુઓની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ ભાગોમાં ગરમીનું પ્રકોપ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ વધી શકે છે જેને લઇ લોકો પણ ગરમીથી બચવા માટે ઠંડી વસ્તુ નો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે.