ગરમીનું પ્રમાણ યથાવત; આગામી એપ્રિલ મહિના અંત સુધી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

ગરમીનું પ્રમાણ યથાવત; આગામી એપ્રિલ મહિના અંત સુધી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

લગ્નસરાની સિઝન વચ્ચે ગરમીનું પ્રમાણ યથાવત રહેતા લોકોની પરેશાની વધી; સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કાળઝાળ ગરમી ની પડતા પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે. બે દીવસ અગાઉ કરતાં તાપમાનમાં અંશત: ઘટાડો થયો છે. તાજેતરમાં ૨૩ એપ્રિલ ના રોજ ડીસા સહિત જીલ્લાનુ મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી સુધી પહોંચ્યા બાદ ઉષ્ણતામાનનો પારો ૪૦.૫ ડિગ્રી પર આવી ગયો છે. પરંતુ હાલમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં કલાકના પાંચથી આઠ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. જેને લઈ ઉપ્તામાનનો પારો ૪૦ ડીગ્રી આસપાસ રહેતો હોવાથી લોકોને લૂ લાગવાનો ડર સતાવી રહ્યો છે. હાલના ૪૦ ડિગ્રી ઉષ્ણતામાન વચ્ચે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.

આગામી ત્રણેક દિવસ હજુ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાનું હોઈ આવી જ ગરમી સહન કરવાની તૈયારી લોકોએ રાખવી પડશે. આગામી એપ્રિલ અંત સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આકાશ સતત સ્વચ્છ રહેતું હોવાથી વહેલી સવારથી સાંજ સુધી સૂર્યપ્રકાશ ઝળહળે છે. જેના કારણે પણ ગરમીની માત્રા વધી છે. હજુ આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયા વાતાવરણની શક્યતા ઘણી જ નહિવત્ છે. તેથી સૂર્યપ્રકાશના કારણે ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે. એપ્રિલ માસ પણ પૂર્ણતાના આરે છે, ત્યારે આ દિવસોમાં પ્રજાજનોને ફરી એકવાર આકરી ગરમીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધતાં લગ્ન આયોજન પર અસર જોવા મળશે; બનાસકાંઠા જિલ્લામાં એપ્રિલ અને મે મહિનામાં અનેક સમાજોમાં લગ્ન જોવા મળી રહ્યા છે. ત્યારે ગરમીનું પ્રમાણ વધતાં લગ્ન આયોજકો માટે પણ ચિંતા જોવા મળી રહી છે અને ગરમીના કારણે વધારાની વ્યવસ્થા કરવાની ફરજ પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા લુ ની અસર; સામાન્ય રીતે આ વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન સતત બદલાતા વાતાવરણ વચ્ચે થોડાક સમયે આકરી ગરમીનો અનુભવ બાદ વાતાવરણ બદલાતા ગરમીનું પ્રમાણ ઘટે છે. પરંતુ એપ્રિલના અંતમાં આકરી ગરમી પડવાની શક્યતાઓ વચ્ચે બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા લુ અસર જોવા મળી હતી. જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ બની જવા પામ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *