ઊંઝા પંથકમાં સવાર બાદ ભરબપોરે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચો જશે. જેને લઈને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ભર બપોરે અને રાત્રિ દરમિયાન પંખાઓ શરૂ થઈ ગયા છે.
ઉનાળાની શરૂઆત થતા રાહદારીઓ માટે ઠેર ઠેર મિનરલ પાણીની પરબો શરૂ થઈ છે. બરફના ગોળા, લીંબુ, પાણી શરબત જ્યુસ સહિત ઠંડા પાણીની લારીઓ શેરડીના કોલા રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે. બીજી તરફ ગરમીમાં પશુ પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓ દ્રારા પાણીના કુંડાનું ઠેર ઠેર વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ પંખીઓને ગરમીમાં રાહત મળે તે માટે જીવદયા પ્રેમીઓ દ્રારા પાણીના પીવાનાં કુંડાઓ મૂકયા છે. પંખીઓ માટે લોકો પોતાના ઘર આગળ ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં અગાશીમાં પાણીની પરબો મુકવાની શરુઆત કરી દીધી છે.