સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજના સહિયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરી 125 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું છે. અતિ જોખમી સગર્ભા માતાઓ,ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારિ દ્વારા જીલ્લાના તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આજે હિમતનગર અર્બન હેલ્થ સેન્ટર-2, છાપરીયા ખાતે યોજાયેલ કેમ્પમાં 20 યુનિટ રકત એક્ત્રિત કરવામાં આવ્યું હતું. જે કુલ મળીને છેલ્લા બે માસમાં પોશીના,વડાલી,તલોદ, હિમતનગર, મટોડા, ઇડર ખાતેના ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 125 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના ઉત્સાહી રકતદાતાઓની પ્રેરણાદાયી કામગીરી વંદનીય છે. 18 થી 65 વર્ષની તંદુરસ્ત વ્યકતિ દર ૯૦ દિવસના અંતરે રક્તદાન કરી શકે છે. આવો, આપણે સહુ સાથે મળીને રક્તદાનની આ પ્રવૃત્તિને વેગવંતી બનાવવા પુરતા પ્રયત્નો કરીએ. રક્તદાન કરી આનંદની લાગણી અનુભવીએ.